માઈગ્રેનની કેટલીક રમુજી વાતો અને રસપ્રદ હકીકતો ડો. શૈલેષ દરજી (ન્યુરોલોજિસ્ટ) ૯૮૯૮૧૮૫૩૬૦ માથાનો દુખાવો એવી તકલીફ છે કે ભલભલા એનાથી ડરતા હોય છે . ગુગલ ટ્રેન્ડ્સ ડેટા દર્શાવે છે , સમય જતાં "માથાનો દુખાવો" અને "માઇગ્રેન" માટે ઓનલાઇન શોધમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને , એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જાન્યુઆરી - ૨૦૦૪ અને જાન્યુઆરી - ૨૦૧૬ વચ્ચે "માથાનો દુખાવો" માટે ઓનલાઇન શોધમાં ૧૫૮ % વધારો થયો , જેમાં "માઇગ્રેન" માટે પણ ૧૫ % વધારો જોવા મળ્યો. માથાના દુખાવાની માથાકૂટ સવારથીજ ચાલુ થઇ જાય. જો સવાર સવારમાં ચા ના મળે તો સમજો માથું દુખેજ પછી માથાના દુખાવાની ટીકડી લેવીજ પડે. ટીકડી લેવાથી માથાનો દુખાવો તો મટી જાય પણ ચા પીવાથી જે કાંટો આવે એનું શું ? અમુકવાર ચાની લો ચૂસકી , તો પણ દુખાવો ના મટે! ગુજરાતીઓ માટે ચા બધાની દવા છે , પણ માઇગ્રેન આવે તો ચા પણ કહે , " બસ , હવે તો તું ડોક્ટરને મળ!" પહેલાના જમાનામાં કહેતા કે રોજ સવારે દૂધ અને જલેબી ખાવાથી માથું ઉતરી જાય , તો મારા એક દૂર ગામડાથી આવતા દર્દીએ રોજ અમુક કિલોમીટર સવારે ...